Breaking

Thursday, 14 March 2024

March 14, 2024

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

                        

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલની પસંદગી થઈ છે, જે સમગ્ર કૉલેજ પરિવાર માટે ગૌરવની બાબત છે.



Friday, 8 March 2024

March 08, 2024

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

              

Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. 

જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  BRC CO. વિજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








Monday, 4 March 2024

March 04, 2024

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

   

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે.

ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્માણ માટે રવિવારે ખાતમુહૂર્ત યોજાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના દંડક પૂર્વેશ ખાંડાવાલા, તાલુકા પ્રમુખ રાજેશ પટેલ, ભીખુભાઈ આહીર, તર્પણાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 




March 04, 2024

Mahuva: મહુવાના વસરાઈ મુકામે ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                              

Mahuva: મહુવાના વસરાઈ મુકામે  ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

વસરાઈ,તા:૦૩ બિગબેઝ ફોર્મેટમા ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, દાહોદ,રાજપીપળા, વ્યારા, ઉચ્છલ, સુરત, નવસારી, વાંસદા, ડાંગ, અને વલસાડથી લઇ ઉમરગામ સુધીનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા રાઈઝિંગસ્ટાર વ્યારા ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને ₹(૧,૦૦,૦૦૦)એક લાખ રોકડ પ્રાઈઝ અને રનર્સ અપટીમને ₹(૫૧,૦૦૦)એકાવન હજાર રોકડ પ્રાઈઝ સાથે ટ્રોફીશ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ) શ્રી કિશોરભાઈ, (તા. પ્રમુખ) શ્રી દેવુભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ધોડિયા સમાજ મંડળનાં હોદ્દેદારો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ અપાઈ હતી.

" વસરાઇ સમાજ ભવનને ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન " સમાજ માટે હું શું કરી શકું આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફલસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં)જમીન લોકાર્પણ આ(૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪માં) વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ,વોલીબોલ, ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે) પાણીની ટાંકી,પ્રોટેક્શન વોલ, બનીને તૈયાર થઇ છે. ચાલુ સાલે સૂચિત રસ્તો અને પેવર બ્લોક (ઓફીસ સુધી) બનશે અને વસરાઇ ગામ હવે ધોડિયા સમાજનું કાયમી સરનામું બની ચુંકયું છે. (અહીં આવનારા સમયમાં લોકહિતનાં ૬૨ જેટલા પ્રોજેકટો સાકાર થશે.)

માહિતી સ્રોત સૌજન્ય : મુકેશભાઈ મહેતા (ધોડિયા સમાજ ભવન વસરાઈ) 

Monday, 26 February 2024

February 26, 2024

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

                             

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી. 

 નોટીફાઇડ એરિયા સાપુતારાના નાયબ કલેકટર અને ચીફ ઓફિસર ડૉ. ચિતન વૈશ્નવના પ્રયાસોથી તેમના માર્ગદર્શન થકી સાપુતારા જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે એવા તમામ લોકોએ સાથે મળીને "ઘાટ સફાઈ અભિયાન" ને સફળ બનાવ્યું. 

તમામે પૂરા ઉત્સાહ અને ખંતથી અંદાજે 20 ટન પ્લાસ્ટિકનો 4 થી 5 ટ્રેકટર ભરીને સદંતરપણે ઘાટમાંથી નિકાલ કરવામાં આવ્યો. ડૉ.ચિંતન વૈશ્નવ દ્વારા અહીં ફરવા આવતા પ્રવાસીઓને જ્યાંત્યાં પ્લાસ્ટિક ન ફેંકવા અપીલ કરવામાં આવી. તથા અહીંના લોકોને પોતાનો વિસ્તાર જાતે ચોખ્ખો રાખવા મોટીવેટ કરવામાં આવ્યા.

Well done Dr. Chintan Vaishnav sir👍🙏

Sunday, 11 February 2024

February 11, 2024

Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

    

Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

તારીખ :૧૧-૦૨-૨૦૨૪નાં રવિવારનાં દિને ૯:૦૦ કલાકે ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. જેમાં પોમાપાળ ફળિયાનાં વોર્ડ નંબર -૯ નાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

જેમાં અવનવી વાનગીઓ જેવી કે ઉબાડીયું, પાણીપુરી, સમોસા, મસાલા છાશ, બટાટા પૌંઆ, પાઉંભાજી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, કટલેસ, ભેલ, સેવખમણી, ભૂંગળા જેવી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નફો-ખોટ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, શબ્દોની સમજ મેળવે છે. અને વ્યવહારમાં તેના ઉપયોગ વિશે જાણે છે. તેમજ ગાણિતિક કોયડાઓ અને ક્રિયાઓનો વ્યાવહારિક ઉપયોગિતા કેળવે છે. તેમજ જે તે વાનગીઓનાં બનાવટમાં ઉપયોગી મરીમસાલા, ચીજવસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓ વિશે માહિતગાર થાય છે. તેમજ તેમની બનાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાપિતાને મદદરૂપ થાય. સંપ, સહકાર, ચીવટ, ચોકસાઈ,જેવા ગુણો વિકસિત થાય એ આનંદમેળાનો મૂળ હેતુ રહેલો છે. 

ગ્રામ પંચાયત સભ્યશ્રીની મુલાકાત દરમ્યાન આનંદ મેળા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ ગામ કક્ષાએ બાળકો માટે સારો કાર્યક્રમ છે.જે ભવિષ્યમાં કોઈકને સ્વરોજગાર તેમને ઉપયોગી થશે." આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વડીલો, યુવક યુવતીઓ ઉપસ્થિત રહી અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

A post shared by Suresh Patel (@sbkhergam) 

February 11, 2024

Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

           

Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની  ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ : ૧૧-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પહાડ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓની બે ટીમ પાડવામાં આવી હતી.જેમાં એક ટીમનું નામ જયશ્રી મહાકાલ અને બીજી ટીમનું નામ જય શ્રી રામ રાખવામાં આવ્યું હતું આ બંને ટીમના મુકાબલામાં  જયશ્રી મહાકાલ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમ આચાર્યશ્રી બબીતાબેનનાં હસ્તે જ્યારે  રનર્સ ટીમને ધર્મેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ પણ બાળકોને ક્રિકેટમાં પહેલેથી રસ ધરાવતા હોય છે. ત્યારે શાળામાં ટુર્નામેન્ટ યોજવાથી તેમનો આનંદ બેવડાયો હતો.



       રનર્સ ટીમ, જયશ્રી રામ 
        વિજેતા ટીમ, જયશ્રી મહાકાલ