Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.
તારીખ :૧૧-૦૨-૨૦૨૪નાં રવિવારનાં દિને ૯:૦૦ કલાકે ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. જેમાં પોમાપાળ ફળિયાનાં વોર્ડ નંબર -૯ નાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જેમાં અવનવી વાનગીઓ જેવી કે ઉબાડીયું, પાણીપુરી, સમોસા, મસાલા છાશ, બટાટા પૌંઆ, પાઉંભાજી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, કટલેસ, ભેલ, સેવખમણી, ભૂંગળા જેવી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નફો-ખોટ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, શબ્દોની સમજ મેળવે છે. અને વ્યવહારમાં તેના ઉપયોગ વિશે જાણે છે. તેમજ ગાણિતિક કોયડાઓ અને ક્રિયાઓનો વ્યાવહારિક ઉપયોગિતા કેળવે છે. તેમજ જે તે વાનગીઓનાં બનાવટમાં ઉપયોગી મરીમસાલા, ચીજવસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓ વિશે માહિતગાર થાય છે. તેમજ તેમની બનાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાપિતાને મદદરૂપ થાય. સંપ, સહકાર, ચીવટ, ચોકસાઈ,જેવા ગુણો વિકસિત થાય એ આનંદમેળાનો મૂળ હેતુ રહેલો છે.
ગ્રામ પંચાયત સભ્યશ્રીની મુલાકાત દરમ્યાન આનંદ મેળા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ ગામ કક્ષાએ બાળકો માટે સારો કાર્યક્રમ છે.જે ભવિષ્યમાં કોઈકને સ્વરોજગાર તેમને ઉપયોગી થશે." આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વડીલો, યુવક યુવતીઓ ઉપસ્થિત રહી અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.
No comments:
Post a Comment