Wednesday, 1 November 2023

ખેરગામ ખાતે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.

        


ખેરગામ ખાતે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.

ખેરગામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ખેરગામના પ્રશાંતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, સામાજિક અગ્રણી દિનેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ખેરગામ પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામા યુવાનો રાષ્ટ્રીય એકતા માટે જોડાયા હતા. ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે પીએસઆઇ ડી.આર. પઢેરીયાએ લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટીની શરૂઆત કરાવી હતી. જે ગાંધી સર્કલથી ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવી હતી. દોડમાં પ્રથમ ક્રમાંક આવનાર મીરજભાઈ પટેલને સ્પોર્ટ શૂઝ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અક્ષયભાઈ પટેલને અને ૧૦ વર્ષની ભવ્યા અલ્પેશ ગજ્જરને ટ્રોફી ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા, ભૌતેશ કંસારા,માજી સરપંચ કાર્તિક પટેલ, ડો.ગુલાબ પટેલ, જગદીશ પટેલ, હર્ષદ પટેલ, આશિષ ચોહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment