Saturday, 28 October 2023

ધરમપુરનાં આવધા ખાતે ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.

 


ધરમપુરનાં આવધા ખાતે  ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.

તા.28/10/2023 ના દિને ધરમપુર તાલુકાના આવધા ગામે આગામી દિવસોમાં આવનાર 15 મી નવેમ્બરે ધરતીઆબા,જન નાયક ક્રાંતિકારી બિરસામુંડાની 148મી જન્મજયંતિની ઉજવણીના આયોજનના ભાગરૂપે આદિવાસી સમાજના હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી. જેમાં તારીખ 15-11-2023નાં દિને સાંજે 7:00 કલાકે આવધા પુલ પાસે તા.ધરમપુર જી.વલસાડ ખાતે બિરસા બ્રિગેડ આયોજકો દ્વારા કાર્યક્રમ યોજાશે.

આ  આયોજન નિમિત્તે આવધા ગામના સરપંચશ્રી સુરેશભાઈ, આવધા ગામના માજી સરપંચશ્રી રજીતભાઈ, રાજપુરી જંગલ ગામના સરપંચશ્રી હરેશભાઇ, રાજપુરી જંગલ ગામના માજી સરપંચશ્રી આનંદભાઈ, તાલુકાપંચાયતના માજી સભ્યશ્રી દેવજીભાઈ, નિલેશભાઈ નિકુલીયા,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ, કમલેશભાઈ,દિનેશભાઇ અને આજુબાજુના ગામોમાંથી આગેવાન મિત્રો હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment