Breaking

Wednesday, 6 September 2023

ખેરગામ સી.આર.સી. કો-ઓર્ડનેટરશ્રીઅને શામળા ફળિયા સી.આર.સી કો-ઓર્ડનેટરશ્રીનો વિદાય સમારંભ યોજાયો.

            


ખેરગામ સી.આર.સી. કો-ઓર્ડનેટરશ્રીઅને શામળા ફળિયા સી.આર.સી કો-ઓર્ડનેટરશ્રીનો વિદાય સમારંભ યોજાયો.

તારીખ : ૦૫-૦૯-૨ ૦૨૩નાં શિક્ષક દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટરશ્રી અને શામળા ફળિયા સી.આર.સી. કો-ઓર્ડનેટરશ્રીનો વિદાય સમારંભ યોજાયો હતો.

જેમાં શામળા ફળિયા સી.આર.સી.નાં  કો-ઓર્ડનેટરશ્રી મહેશભાઈ કુંડેરાની બદલી ચીખલી સમરોલી સી.આર.સી. ખાતે થતાં જ્યારે ખેરગામ સી.આર.સી. કો-ઓર્ડનેટરશ્રી ભાવિકાબેન પટેલને કપરાડા આશ્રમ શાળામાં શિક્ષક તરીકે નિમણૂક થતાં તેમનો આજ રોજ શિક્ષક દિનના શુભ અવસર પર વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ખેરગામ તાલુકા  શિક્ષક સંઘના અને જિલ્લા સંઘના હોદ્દેદારો,  ખેરગામ બી.આર.સી., બી.આર.સી ઓફિસ સ્ટાફ, સી.આર.સી.ઓ,  મુખ્ય શિક્ષકો, તેમજ ખેરગામ સી.આર.સી.ના શિક્ષકો તથા શામળા ફળિયાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 

        ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી બંને સી.આર. કો-ઓર્ડનેટરશ્રીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.










No comments:

Post a Comment