ખેરગામ કુમાર શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજના રાષ્ટ્રીય પર્વના દિને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને શિક્ષકો જોડાયા હતાં.
આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામનાં અગ્રણીઓ, મહાનુભાવો, ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સીના સભ્યો, બાળકો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
No comments:
Post a Comment