Saturday, 19 August 2023

ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

       

ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

ધરમપુર તા.19/08/2023 એ સમરસ ગ્રામપંચાયત મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળા 19/08/1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 68 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી.

શાળાના શિક્ષકશ્રીના જણાવ્યા અનુસાર ગામની શાળામાં આજદિન સુધીમાં 2144 વિધાર્થીઓ આ  શાળામાં અભ્યાસ કરી ચૂક્યાં છે. આ શાળામાં 'બોલેગા બચપન કાર્યક્રમ' અંતર્ગત  બાળકોને પ્રાર્થના સંમેલનમાં અલગ અલગ વિષયો પર દરરોજ બોલવાનું હોઈ છે. જેથી બાળકોને જાહેરમાં બોલવામાં લાગતો ડર અને ક્ષોભ નીકળી જાય છે. આ પ્રસંગે ઉપસ્થિત ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે કહ્યું હતું કે, "હું મારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોનો આભારી છુ કે જેમના થકી આજે ગામની પ્રાથમિક શાળામાં ભારત દેશનું બંધારણનું જ્ઞાન બાળકોને અપાઈ રહ્યું છે."


આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ,મોટી સંખ્યામાં બાળકો, સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી ફાલ્ગુની બેન,SMC સભ્યશ્રી કૌશિક ભાઈ,સભ્યશ્રી પ્રિયંકાબેન, સભ્યશ્રી સ્મિતાબેન,સભ્યશ્રી અનિષાબેન શાળાના પ્રિન્સિપલ શ્રી અને શિક્ષક મિત્રો,વડીલો અને યુવા દોસ્તો હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment